મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને મોરબી શહેરમાં ચોમાસા પહેલા નદી, નાલા, ગટરો સાફ સફાઈ કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ શહેરના હાર્ડ સમા અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરોના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ચોમાસા દરમ્યાન હુડકા મૂકવા ન પડે અને યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે માટેની જાગૃત કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે….
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા વગેરે દ્વારા મહાનગર પાલિકાના કમિશ્નરને આવેદન પત્ર પાઠવી ચોમાસું નજીક આવતા નદી, નાલા, ગટરો સાફ કરવા રજૂઆત કરવામાં આવી છે. જેને લઇને જાગૃત કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે રાજયમાં ટુંક સમયમાં ચોમાસું નજીક આવી રહયું છે ત્યારે મોરબી શહેરમા હુડકા મુકવાની પરિસ્થિતિ સર્જાઇ તે પહેલાં તંત્ર જાગે અને મોરબી શહરેમાં જે વોકળા, નદી, નાલા અને ગટરો જામ થઈ ગયા છે તેની સફાઈ કરી ખુલ્લી કરવામાં આવે. તેમજ વોંકળા પર જે દબાણ ખડકી દેવામાં આવ્યું છે તે દુર કરવામાં આવે જેથી પાણીનું અટકાવવામાં આવ્યું છે તે ખુલ્લું થઈ જાય. તેમજ મોરબી શહેરમાં વર્ષોથી એક પશ્નનું નીરાકરણ નથી આવ્યું જે છે તે મોરબીની ઉભરાતી ગટરો. મોરબી પાલીકા માંથી મહાનગરપાલિકા બની ગયું પરંતું હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી ઉભરાતી ગટરોનો પ્રશ્નોનું નીરાકરણ લાવવામાં આજ સુધી તંત્ર નીષ્ફળ રહયું છે. મોરબીના હાર્દ વિસ્તાર સમા રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર આવેલી છે. તેમજ ઉભરાતી ગટરોને કારણે રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. તેમજ મહિલાઓ, વૃદ્રો, બાળકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ ગટરના ગંદા પાણીથી મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાઈ રહયો છે તેથી યોગ્ય નિરાકરણ લાવવા મોરબીના સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી છે.