મોરબી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ અરુણ મિશ્રા ને લગભગ આખું ગુજરાત ઓળખે છે તાજેતરમાં જ હોળી ના દિવસે દ્વારકા ખાતે ખુબજ સરસ ડાન્સ કરતા તેઓનો વિડિઓ વાયરલ થયો હતો અને કરોડો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો હતો આ જ રીતે તેઓ પોતાની નોકરી દરમિયાન પણ રોડ પર સૂતેલા અને રહેતા ગરીબોની કરવા માટે જાણીતા છે.જેના માટે તેઓને મુખ્યમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા બિરદાવવામાં આવ્યા છે.ભૂતકાળમાં તેઓ રાજ્યના સૌથી ફિટ પોલીસ તરીકે પણ એવોર્ડ મેળવી ચૂક્યા છે સાથે જ પાવરલિફ્ટીગમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ત્યારે હવે વધુ એક સિધ્ધિ તેઓએ હાંસલ કરી છે.
આ તમામ ખૂબીઓની સાથે તેઓ એક સારા એક્ટર અને બોડી બિલ્ડર પણ છે.હા તેઓએ બોડી બિલ્ડિંગ માં અનેક એવોર્ડ મેળવ્યા છે અને સાથે જ એક્ટિંગમાં પણ ગુજરાત પોલીસ નું નામ રોશન કર્યું છે.ગુજરાતી ફિલ્મ જગતમાં તેઓએ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી ત્યારે હવે તેઓ “જ્ઞાનવાપી ફાઈલ્સ” નામની બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળશે.આ ફિલ્મ જ્ઞાનવાપી મસ્જિદ ના સર્વે અને તે દરમિયાન શું શું ઘટનાઓ કેવી રીતે બની તેની રિયલ સ્ટોરી પર આધારિત છે અને આ ફિલ્મમાં મોરબીના પીએસઆઇ અરૂણ મિશ્રા સર્વેયર તરીકેની મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ ૨૭ જૂનના રોજ રિલીઝ થવાની છે અને આગામી સમયમાં બિગ ફિલ્મોમાં મહત્વપૂર્ણ પાત્રો માં મોરબીના પીએસઆઇ અરૂણ મિશ્રા નો ચહેરો જોવા મળી શકે છે.