પતિ તથા સાસુ-સસરા વિરૂદ્ધ કરાયેલ ત્રાસની ફરિયાદમાં વાંકાનેર કોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો.
વાંકાનેરના એડી. ચીફ જ્યુ. મેજી. વી.એસ. ઠાકોરની કોર્ટમાં ચાલેલા કેસમાં પત્ની દ્વારા પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ઘેરલુ હિંસા કાયદા હેઠળ કરાયેલ અરજી નામંજુર કરાઈ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ પતિ તથા તેના માતા-પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
વાંકાનેરની એડીશનલ ચીફ જુડીશિયલ મેજિસ્ટ્રેટ વી.એસ. ઠાકોરની કોર્ટમાં એક મહત્વપૂર્ણ કેસમાં સિમાચિહન ચુકાદો જાહેર થયો છે. આ કેસમાં અરજદાર પત્નીએ તેના પતિ રાજેન્દ્ર અશોકભાઈ વ્યાસ તથા તેમના માતા-પિતા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસના આક્ષેપો કરતા ઘરેલું હિંસાથી રક્ષણ મેળવવા ફોજદારી પરચૂરણ અરજી નંબર ૧૧૬/૨૦૧૯ દાખલ કરી હતી. અરજદાર તરફથી વિવિધ કલમો હેઠળ સુરક્ષા, અવકાશ અને ભથ્થાની માંગણી કરવામાં આવી હતી.
કોર્ટમાં બંને પક્ષોએ પોતાના પોતાના દાવાઓને પુરાવાઓ અને દલીલો સાથે રજૂ કર્યા હતા. અરજદાર પક્ષે પતિ તથા સાસુ-સસરા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો, જયારે વિરોધ પક્ષે તમામ આક્ષેપોને નકારતાં પુરાવા સહિત પોતાનું પક્ષ દાખલ કર્યું હતું. ત્યારે વાંકાનેર કોર્ટએ દરેક દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ પતિ અને તેમના માતા-પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો અને પત્નીની અરજી નામંજુર કરવાનો હુકમ આપ્યો.
આ કેસમાં રાજેન્દ્ર અશોકભાઈ તથા તેમના માતા-પિતાની તરફથી વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે. કારીઆ રોકાયેલ હતા.