મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયા ફાટક નજીક મહેન્દ્રનગર જવાના રસ્તે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જતો હોય, જેને રોકી તેની અંગ ઝડતી લેતા, શખ્સના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૨૫/- સાથે આરોપી શનીભાઈ ઉર્ફે મહેશભાઈ કિશોરભાઈ વરાણીયા ઉવ.૨૪ રહે. સીરામીક સીટી પાછળ ઉમિયાનગર મોરબી વાળની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.