હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જયુપીટર મૂએડમાં દેશી તથા વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે મોપેડ સહિત રૂ.૩૬,૦૧૫/-નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કરુલયવહી હાથ ધરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે હળવદ તાલુકાના મયુરનગર(વાંટાવદર) નો અક્ષય નામનો શખ્સ મોપેડ ઉપર દેશી તથા વિદેશી દારૂ લઈને જુના ધનાળા ગામથી પસાર થવાનો છે, જે મુજબની હકીકતને આધારે પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબનું મોપેડ ટીવીએસ જયુપીટર રજી.નં.જીજે-૩૬-એક્યુ-૦૮૬૨ ત્યાંથી પસાર થતા તેને રોકી, તલાસી લેતા, મોપેડના આગળના બગગમાં રાખેલ બાચકામાંથી વિદેશી દારૂ વાઈટ લેક વોડકાની ૫ બોટલ કિ.રૂ.૧,૮૧૫/- તથા ૨૧ લીટર દેશી દારૂ કિ.રૂ. ૪,૨૦૦/- મળી આવ્યો હતો, જેથી આરોપી અક્ષયભાઈ દિનેશભાઇ ડાભી ઉવ.૨૩ રહે. મયુરનગર(વાંટાવદર) તા. હળવદ વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી. હાલ પોલીસે જયુપીટર મોપેડ કિ રૂ.૩૦ હજાર સહી કુલ કિ.રૂ. ૩૬,૦૧૫/-નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી કરી છે.