Tuesday, May 6, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં વર્ષોથી અટકેલાં શિક્ષકોના ઇઝાફા મંજૂર થતા શૈક્ષણિક મહાસંઘે શિક્ષણાધિકારીનુ સન્માન...

મોરબી જિલ્લામાં વર્ષોથી અટકેલાં શિક્ષકોના ઇઝાફા મંજૂર થતા શૈક્ષણિક મહાસંઘે શિક્ષણાધિકારીનુ સન્માન કર્યું

મોરબીમાં કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અનેક શિક્ષકો પોતાના જીવના જોખમે ભણાવવા જતાં હતાં. તે સહિના અનેક નાના કારણોના લીધે વર્ષોથી શિક્ષકોના ઇન્ક્રીમેન્ટ ઈજાફા રોકી દેવામાં આવ્યા હતાં. જે DEO દ્વારા મંજુર કરાતા શિક્ષકોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ છે. મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અભ્યાસ સંપૂર્ણ બંધ હતો. પરંતુ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય તે માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ કરી હતી. તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય શિક્ષકોના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઈન્ક્રીમેન્ટ ઈઝાફા અટકાવવામાં આવ્યા હતા. જે દરેક શિક્ષકોને વર્ષોથી આર્થિક નુકશાન થતું હતું, અટકેલા ઈન્ક્રીમેન્ટના કારણે શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ પણ મંજુર થતા ન હતા. એના કારણે પણ શિક્ષકોને ઘણો બધો આર્થિક નુકશાન ગયું છે. પ્રાથમિક શિક્ષકોને થયેલ સજા માફ કરવા માટેની ટ્રીબ્યુનલ માટે જિલ્લા શિક્ષણાધિકારી પાસે જવું પડતું હોય છે. મોરબીના કેટલાય શિક્ષકોના વર્ષોથી પેન્શન અને ઉચ્ચત્તર પગાર ધોરણના મળતા લાભો ફટાફટ મંજુર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને શિક્ષકોનો પ્રાણ પ્રશ્નો ધ્યાને આવતા નિયમાનુસાર વહીવટી પ્રક્રિયા શરૂ કરી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-કચ્છના પ્રચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની બેવડી જવાબદારી, અનેક કામગીરીઓ વચ્ચે શિક્ષકોની તમામ ફાઈલનો રજાના દિવસોમાં ઝીણવટ પૂર્વક અભ્યાસ કર્યો હતો. ટ્રીબ્યુનલની બેઠક બોલાવી કેટલાય શિક્ષકોના સાવ ક્ષુલ્લક કારણોથી અટકેલા આર્થિક લાભો પુન:મંજુર કરતા શિક્ષકોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો વર્ષો બાદ શિક્ષકોને ઉચિત ન્યાય મળતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાને ઠેરઠેરથી અભીનંદન પાઠવ્યા હતાં. વર્તમાન યુગમાં માની ન શકાય એવી પ્રામાણિક અને પારદર્શક કામગીરી કરનાર જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાનું કેજી થી પીજી સુધી ચાલતા સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા અને કિરણભાઈ કાચરોલાએ પુસ્તક અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે પ્રસંગે મહાસંઘના અધ્યક્ષે જણાવ્યું હતું કે આવા પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ, પોતાની ફરજ પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ હોય તેવા અધિકારીઓની શૈક્ષિક મહાસંઘ હમેંશા પીઠ થાબડે છે. જેથી અધિકારીઓનું મનોબળ મજબૂત થાય. તેમજ કામગીરીમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાની મહેનતને શૈક્ષિક મહાસંઘે બિરદાવી હતી. અને એજ્યુકેશન ઇન્સપેકટર અને પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપૂર્ણ સહયોગ મળ્યો હોવાથી તેમનો પણ મહાસંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!