Wednesday, May 7, 2025
HomeGujaratદેશભરમાં યુદ્ધમાં ભણકારા વચ્ચે યોજાશે મોકડ્રિલ:શું તમને ખબર છે આ પહેલાં પણ...

દેશભરમાં યુદ્ધમાં ભણકારા વચ્ચે યોજાશે મોકડ્રિલ:શું તમને ખબર છે આ પહેલાં પણ દેશમાં યોજાઇ ચૂકી છે મોકડ્રીલ ? વાંચો વિશેષ અહેવાલ

હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે દેશ હાલ કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા માંગે છે. તેથી જ ભારત બુધવાર, 7 મેના રોજ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ‘મોક ડ્રીલ’ યોજશે. દેશના નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સુરક્ષા માટે મોક ડ્રીલ દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા જણાવ્યું છે. પરંતુ આ પહેલા પણ સમગ્ર દેશમાં એક વાર મોકદ્રીલ યોજાઇ ચૂકી છે.

- Advertisement -
- Advertisement -

હાલ ભારત અન પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સરહદ પર તણાવ વચ્ચે દેશ સમગ્ર પરિસ્થિતિ માટે સંપૂર્ણ તૈયાર છે. એટલે જ ૭ મે ના રોજ મોકડ્રીલ યોજવાની જાહેરાત કરાઈ છે. જેથી નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા જણાવ્યું છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે, પાકિસ્તાન સતત 11 દિવસથી સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે. જેના કારણે બોર્ડર પર તણાવ વધી ગયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામ પર હુમલો કરી દેશના 26 નાગરિકોની હત્યા કરી નાખી હતી. જે 2019માં પુલવામા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી ભયાનક હુમલો હતો. ત્યારથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક ડિપ્લોમેટિક પગલાં લીધાં છે અને વડાપ્રધાન મોદીએ ચેતવણી પણ આપી છે કે, આતંકવાદી હુમલો કરનારા અને કાવતરું ઘડનારાઓને એવી સજા ભોગવવી પડશે, જેની તેઓએ કોઈ કલ્પના પણ કરી નહિ હોય. તેમજ દેશમાં ભરમાં ૭ મે ના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા પણ ગૃહ મંત્રાલયે 1971 માં નાગરિકોની સુરક્ષા માટે આવી મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. તે જ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મોરચે યુદ્ધ થયું હતું. જે યુદ્ધ બે અઠવાડિયા સુધી ચાલ્યું હતું. અને અંતે પાકિસ્તાનના બે ભાગમાં વિભાજન થયું હતું. જેનો પૂર્વી ભાગ બાંગ્લાદેશ બનવા સાથે યુધ્ધનો અંત થયો હતો.. ત્યારે દેશમાં 1971 પણ મોકડ્રીલ યોજાઇ હતી તે શું તમને ખબર હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!