દેશભરમાં યુદ્ધ માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઇ રહી છે. ત્યારે મોરબીમાં પણ આવતી કાલે નાગરિકો અને વિદ્યાર્થીના સ્વબચાવ અને તાલીમ માટે મોકડ્રીલ યોજવામાં આવશે. જેમાં હવાઈ હુમલા સાથે એર સાયરન અને ૭:૪૫ થી ૮:૧૫ વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવશે. જે મોકડ્રીલમાં સાથ સહકાર આપવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તે વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાગરિકોને અને વિદ્યાથીઓને જાગૃત કરવામાં આશય સાથે દેશ ભરમાં ૭ મે ના રોજ મોકડ્રીલનું આયોજન કર્યું છે. જે મોકડ્રિલ મોરબીમાં આવતીકાલે બપોરે ૪ વાગ્યે યોજવામાં આવશે. જેમાં હવાઈ હુમલા માટે એર સાયરન સાથે જ સ્વબચાવ માટે નાગરિકો અને વિધાર્થીઓને તાલીમ આપવામાં આવશે. તેમજ આવતીકાલે રાત્રે ૭.૪૫ વાગ્યે થી ૮:૧૫ વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવશે. જ્યાં પણ લાઇટ જરૂરી હોય ત્યાં પૂંઠા અથવા તો લાઇટનો પ્રકાશ બહાર ન દેખાય તે રીતે ઢાંકી દઈને નાગરિકો દેશ પ્રેમ બતાવી મોકડ્રીલને સફળ બનાવવામાં મદદરૂપ થાય તેવી કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.