Wednesday, May 7, 2025
HomeGujaratદેશ સાથે યુદ્ધ (મોકડ્રીલ) લડવા ગુજરાત તૈયાર:રાજ્યના ૧૮ જિલ્લાઓની તૈયારીની મુખ્યમંત્રી દ્વારા...

દેશ સાથે યુદ્ધ (મોકડ્રીલ) લડવા ગુજરાત તૈયાર:રાજ્યના ૧૮ જિલ્લાઓની તૈયારીની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી

ગુજરાતમાં તા. ૭ મે ૨૦૨૫ના રોજ યોજાનાર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી હતી. જેને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી…

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આજરોજ સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જે બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનીશીપલ કમીશ્નર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરાઈ હતી. જે બેઠકને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોને મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં જણાવ્યું કે ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં વોર્નિંગ સિગ્નલ જેમાં સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે અને ઓલ ક્લીયર સિગ્નલ એટલે કે ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે તેમ મેસેજ આપાશે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. તે ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ અને સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ, તા. ૭/૫/૨૦૨૫ના રોજ રાજ્યમાં સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દેવી, પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરવો, બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવું અને અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તેમજ જેઓ માહિતીથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપવું. ગૃહ રાજ્ય મંત્રીએ સૌ નાગરિકોને અનુરોધ કરતા કહ્યું કે, આ મોકડ્રીલએ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. રાજયના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવામાં આવશે. જે મોકડ્રીલ અંગે માહિતી આપતા ગૃહમંત્રીએ કહ્યું કે સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓ સક્રિયપણે ભાગ લેશે. જેમાં સીવીલ ડીફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે, ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો, સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરશે, સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે, ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે, PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે, વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે, પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે, મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે, એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે, પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે, વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે, ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તેમ પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. વધુમાં અહી એ જાણવું જરૂરી છે કે, વર્ષ ૧૯૬૨માં થયેલા ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ ૧૯૬૩થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને બચાવવા તેમજ ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. આમ, દેશમાં મોકડ્રીલને લઇને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!