ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના મીતાણા ગામ નજીક આવેલ પેટ્રોલપંપના ખુલ્લા પાર્કીંગમાંથી બલેનો કાર તેમજ રોકડા રૂપિયાની ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ કાર, રોકડા રૂપીયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૬,૩૫,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપીને રાજસ્થાન ખાતેથી શોધી ચોરીનો અનડીટેક્ટ ગુન્હો એલ.સી.બી./પેરોલફર્લો ટીમ મોરબી દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઇ તા.૨૨/૦૪/૨૦૨૫ના રોજ મોરબી રાજકોટ હાઇવેરોડ મીતાણા ગામની સીમ શ્રી યદુનંદન પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાંના પાર્કીંગમાંથી ફરિયાદી અંબરીશકુમાર હેમરાજભાઇ ભીમાણી રહે.રાજકોટ માર્કેટીંગ યાર્ડ વાળાની માલીકીની મારૂતી સુજુકી કંપનીની ગ્રે કલરની બલેનો ગાડી રજી નંબર GJ36AF 7261 જેના ચેસીસનંબર MBHHWB 13 SNJ 261967 કિંમત રૂ. ૬,૦૦,૦૦૦/-, રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- તેમજ અગત્યના ડોક્યુમેન્ટવાળો થેલો સહિત કુલ રૂ.૬,૨૫,૦૦૦/- ના મુદામાલની પેટ્રોલપંપની ખુલ્લી જગ્યાના પાર્કીગમાથી કોઇ અજાણ્યો માણસ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી હતી. જે ગુનો વણ શોધાયેલ હોવાથી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાએ મોરબી જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુના અટકાવવા માટે તેમજ વાહન ચોરી કરનાર ઇસમોને તાત્કાલીક પકડી અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ને જરૂરી સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો મીલકત સબંધી ગુના શોધી કાઢવા માટે કામગીરી કરતા હતાં. તે દરમિયાન એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા માટેની કામગીરી સોપવામાં આવી હતી. જે દરમ્યાન ટેકનીકલ માધ્યમ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન સોર્શીષની મદદથી બાતમી મળી કે ચોરીમાં ગયેલ મુદામાલ બલેનો ગાડી ચોરી કરી લઇ જનાર અજાણ્યો ઇસમ રાજસ્થાન રાજ્યનો વતની છે. અને હાલ બલેનો ગાડી સાથે રાજસ્થાન રાજ્યના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે છે. તેથી જરૂરી મંજુરી આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. વિક્રમસિંહ બોરાણા, જયસુખભાઇ વસીયાણી, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, આશીફભાઇ ચાણકીયાને રાજસ્થાન રાજ્ય ખાતે મોકલી તે જગ્યાએ તપાસ કરતા વિજયસિંહ રામસિંહ રાવત રહે. ખોડીયા તા.સોજત જી.પાલી રાજસ્થાન વાળો ગુન્હાના મુદામાલ મારૂતી સુજકી કંપનીની ગ્રે કલરની બલેનો ગાડી, રોકડા રૂપિયા ૨૫૦૦૦/- તેમજ બે મોબાઇલ ફોન સાથે મળી આવતા ઈસમની મુદામાલ સાથે અટકાયત કરી ગણતરીના દિવસોમાં અનડીટેકટ ગુનો ડીટેકટ કરી કબજે કરેલ મુદામાલ સાથે આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે…. જે આરોપી અફીણના બંધાણી હોય અને પોતે કોઇ કામ ધંધો કરતા ન હોય. તેથી આવક કોઇ સ્ત્રોત ન હોવાથી અગાઉ પણ રાજસ્થાન રાજ્યના બ્યાવર, અજમેર, જેતારણ (પાલી),બગડી (પાલી), સોજત પાલે સીટી , સિરોહી, રાજસમદ, ભિલવાડા તેમજ ગુજરાતના હિમંતનગર તથા ટંકારા ખાતેથી અલગ-અલગ વાહનો જેવા કે, ટ્રાવેરા, બોલેરો પીક અપ, કેમ્પર તથા બલેનો જેવી ગાડીઓની ચોરી કરી તેની નંબર પ્લેટો કાઢી નાખી રાજસ્થાનમાં એન.ડી.પી.એસ.નો ધંધો કરતા બુટલેગરોને સસ્તા ભાવે ગાડીઓ વેચી નાખી તેના રૂપીયા માંથી પોતે મોજ શોખ તેમજ વ્યસન પાછળ ખર્ચ કરવાની એમ.ઓ.ધરાવતો હોવાનુ તપાસમાં ખુલ્યું છે. જે આરોપી વિરૂદ્ધ રાજસ્થાન રાજ્યમાં જ અલગ અલગ કલમો હેઠળ ૨૫ જેટલા ગુન્હા નોંધાઇ ચૂક્યા છે…
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ તેમજ PSI બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મોરબીના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.