હળવદ તાલુકામા બનેલ અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ફરિયાદીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર વયની દીકરીનો વાલીપણાનો લાભ લઇ આરોપી દ્વારા વિવિધ સ્થળોએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જે ફરિયાદને આધારે કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી તરફી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચણીયા રોકાયા હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરી મજબૂત દલીલ કરી હતી. જે દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તા. ૧૫-૧૦-૨૦૨૪ ના રાત્રીના ૧૨.૩૦ થી ૦૪.૦૦ વાગ્યાના અરસામાં ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૭ વર્ષ, ૦૪ માસ (જન્મ તા.૨૩-૦૬-૨૦૦૭) વાળીને આરોપી સગીર વયની હોવાનું જાણવા છતા ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ફરીયાદીની સગીરવયની દીકરી સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે. તેવો આક્ષેપ કર્યો હતો. જે ફરીયાદીએ ફરીયાદ આપતા આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો નનોંધ્યો હતો. ફરિયાદીની ફરીયાદના આધારે તપાસ એજન્સીએ જરૂરી અને યોગ્ય તપાસ કરી, આરોપી વિરૂધ્ધ આરોપી વિરૂધ્ધ બી.એન.એસ. કલમ- ૧૩૭(૨), ૮૭, ૬૪(૨) (ટ) (9) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ-૪, ૫(એલ), ૬ મુજબનો ગુનો નોથી આરોપી અજયભાઈ મગનભાઈ ગણેશીયાની ધરપકડ કરી હતી. જે કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા પિતા, અન્ય સાહેદો તેમજ પંચો અને ડોકટરો પોલીસ તેમજ તપાસ કરનાર અધીકારી વગેરેની જુબાની લેવામાં આવેલી હતી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવી કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવી છે આરોપી તદ્દન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. તેવી દલીલ સાથે કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું ક્યારેય સ્થાન ન લઈ શકે. ફરીયાદ પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહ્યા છે. જેમાં આરોપી તરફી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચણીયા રોકાયા હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરી મજબૂત દલીલ કરી હતી. જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે.
જેમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચણીયા, જીતેન. ડી અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.