Saturday, May 10, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે હોસ્પિટલ, શાળા અને હોટલના ૫૦૦ થી...

મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે હોસ્પિટલ, શાળા અને હોટલના ૫૦૦ થી વધુ સ્ટાફને અગ્નિશમન તાલીમ અપાઈ.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ ૨૯ એપ્રિલથી ૪ મે દરમિયાન શહેરના હોસ્પિટલ, શાળા અને હોટલોમાં ફાયર સેફટી ટ્રેનિંગ આપવામાં આવી હતી. હેલ્થકેર, શિક્ષણ અને હોટલ ક્ષેત્રના ૫૦૭ કર્મચારીઓને આગથી બચાવ અને ફાયર પ્રિવેન્શન માટેની મહત્ત્વની માહિતી આપી હતી. સાથે ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જરૂરી ગાઈડલાઈન અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અગ્નિશમન શાખાએ ખાસ અભિયાન ચલાવ્યું હતું. અંદાજે ૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફ, ૩ શાળામાં ૪૩૦ સ્ટાફ અને ૩ હોટલના ૨૯ સ્ટાફને ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનિંગ દરમ્યાન આગ લાગવાના સંજોગોમાં ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે શહેરની વિવિધ હોટલોમાં ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકિંગ પણ હાથ ધરાયું અને જે હોટલ પાસે ફાયર એનઓસી ન હતું તેને નોટિસ આપવામાં આવી હતી. કુલ ૨૮ હોસ્પિટલ અને ૨૨ શાળામાં ફાયર સીસ્ટમ લગાવવામાં આવ્યા અને પ્રિવેન્શનના સૂચનો આપવામાં આવ્યા હતા. આ સમયગાળામાં જીલ્લા અંદર ૧૫ જગ્યાએ આગ લાગવાના બનાવ સામે આવ્યા હતા, જેમાં ૬ સ્થળોએ આગ લાગવા અને એક રેસ્ક્યુ કોલ મળતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઇ આગ પર કાબૂ મેળવી જાનમાલ બચાવી લેવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા તરફથી જણાવાયું છે કે આવી પ્રવૃતિઓનો મુખ્ય ઉદ્દેશ શહેરની હોસ્પિટલ, શાળા વગેરેમાં આગ લાગવાના જોખમ સામે સતર્કતા વધારવી અને તમામને સજાગ રાખવી છે જેથી નાની મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય. કોઈપણ આગથી સંબંધિત ઇમરજન્સી સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને 02822 230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!