Saturday, May 10, 2025
HomeGujaratમોરબી જીલ્લાના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજતા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા.

મોરબી જીલ્લાના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજતા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા.

આપત્તિની પરિસ્થિતિમાં સરકારી સેવાઓ અને સાધનોની સક્રિયતા, પ્રિમોન્સુન કામગીરીમાં પ્રભારી સચિવે આપ્યું માર્ગદર્શન.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જીલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠક અન્વયે પ્રભારી સચિવ દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ કેચ ધ રૈન સહિત થયેલા કામો, પીએમ કિસાન યોજના અન્વયે ફાર્મર રજીસ્ટ્રી, પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણીના પ્રશ્નો, મચ્છુ-૨ ડેમના ગેટના રીપેરીંગની કામગીરી, NFSA યોજના હેઠળ ઈ-કેવાયસીની કામગીરી, કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાન, પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વિવિધ તૈયારીઓ અને ગટર, પાણીના કુદરતી નિકાલ તેમજ રોડ સાઈડની સફાઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં મોકડ્રીલ તેમજ સિવિલ ડિફેન્સ અંતર્ગતની કામગીરી, મોકડ્રીલ દરમિયાન રિસ્પોન્સ ટાઈમ, હોટલાઈન તથા સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના સાધનોની સક્રિયતા તેમજ સિવિલ ડિફેન્સની વિવિધ ૧૨ સેવાઓના નોડલની નિમણૂંક સહિતના મુદ્દાઓ અંગે પ્રભારી સચિવએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે અધિકારીઓને કોઈપણ કામગીરીમાં ગુણવત્તાને વધુ મહત્વ આપી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા વિવિધ વિભાગના વડાઓ સહિત જીલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!