મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ૧૬ વર્ષીય સગીરાને લલચાવી, ફોસલાવી અને લગ્નની લાલચ આપીને ભગાડનાર વિરુદ્ધ પીડિતાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની ૧૬ વર્ષીય દીકરીને કલ્પેશભાઈ સુખાભાઈ (રહે.ધૂળકોટ ગામની સીમ)માં રહેતા યુવકે લગ્નની લાલચ આપી લલચાવી, ફોસલાવી તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ સહિતના કાયદા હેતુસર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ કરી રહી છે.