મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે બીલીયા ગામની સીમમાં પાસ પરમીટ કે પરવાના વિનાની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/- સાથે ૬૫ વર્ષીય જલાઉદીનભાઈ ઉર્ફે અલાઉદીન હારૂનભાઈ કાજેડી રહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાને ઝડપી લેવામાં આવેલ છે, આ સાથે જામગરી બંદૂક સાતગે પકડાયેલ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.