મોરબીના જલારામ ધામ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના વર્તમાન સમયમાં તંત્રની સૂચનાથી ગામે તેટલા લોકો માટે બંને ટાઇમ ભોજન પ્રસાદ અને ફૂડ પેકેટ બનાવી આપવા તૈયારી દેખાડી છે. જે ટ્વીટ કરી જિલ્લા કલેકટર, રાજ્ય સરકાર અને વડાપ્રધાનને જાણ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સરહદ પર તોપમારો અને હવાઈ હુમલો થઈ રહ્યો છે. ત્યારે વધુ ભયાનક યુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ નું હાલ નિર્માણ થયું છે. ત્યારે બોર્ડર ને અડીને આવેલ મોરબી જિલ્લાના જલારામ ધામ દ્વારા તંત્રની સેવા માટે તત્પર છે તેમ ટ્વીટ કરી જિલ્લા કલેકટર અને રાજ્ય સરકારને જાણ કરતા જણાવ્યું છે. જેમાં ટ્વીટ કર્યું છે કે પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતીમાં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર છે. તંત્રની સુચનાથી ગમે તેટલા લોકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ તેમજ ફુડ પેકેટ બનાવી આપવામાં આવશે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવી જેથી ભોજનપ્રસાદની વ્યવસ્થા કરી શકાય. આમ, યુદ્ધની પરિસ્થિતિ પહોચી વળવા સમાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે.