Saturday, May 10, 2025
HomeGujaratયુદ્ધની સ્થિતિને પહોંચી વળવા મોરબીમાં સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડિઝાસ્ટર...

યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા મોરબીમાં સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડિઝાસ્ટર તાલીમ યોજવામાં આવી

દેશની હાલની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા દળો, જીઆરડી, હોમગાર્ડ, તેમજ NCC ના મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં કોઇપણ પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર અને ફાયર બેઝિક તાલીમ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

દેશની હાલની પરિસ્થિતિ અનુસાર સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ તેમજ અગમચેતીના ભાગરૂપે રૂપે આજરોજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તાલીમમાં મોરબી જિલ્લા પોલીસના કર્મચારી, જી.આર.ડી., હોમગાર્ડ, NCC ના જવાનો તેમજ આપદા મિત્ર મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોએ તાલીમમાં ભાગ લીધો હતો. જેમાં કોઈપણ પરિસ્થિતિ સમયે પ્રાથમિક સારવાર અને ફાયરની બેઝીક તાલીમ આપવામાં આવી હતી.

જે તકે નાયબ પોલીસી અધીક્ષક વી.બી. દલવાડી, જી.આર.ડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. ડામોર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, નાયબ મામલતદાર બી.એસ.પટેલ ઉપરાંત હેલ્થ અને ફાયરના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!