ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહયું છે જે પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના તેમાં પણ ખાસ સૌરાષ્ટ્ર પંથકના બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ અને ભુજને એલર્ટ કરાયા છે. અને તેમાં પણ ભુજમાં બહારથી આવતા લોકોની એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના પાકિસ્તાનને બોર્ડરને અડીને આવેલ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર, મોરબી, દ્વારકા અને ભુજ પંથકનો સમાવેશ થાય છે. જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ભુજ શહેરમાં હાઈ એલર્ટ વચ્ચે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભુજ સિટીમાં બહારથી આવતા વાહનો બંધ કરવામાં આવ્યા છે. તેમજ ભુજ સિટીમાં એન્ટર પોઇન્ટ બંધ કરી બાય પાસ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અને લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે…