જામનગર એરફોર્સ તરફથી મળેલી આગાહી અને વોર્નિંગને ધ્યાનમાં રાખીને સાયરન વગાડી જામનગર શહેર અને જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને એક દિવસ ધંધા વેપાર બંધ રાખીને સહી સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેમ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને જામનગર એરફોર્સ તરફથી મળેલી આગાહી અને વોર્નિંગને ધ્યાનમાં રાખીને જામનગર શહેર અને જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોર્નિંગ માટે સાયરન વગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. તેમજ લોકોને સહી સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત વેપાર ધંધો એક દિવસ બંધ રાખવા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સક્ષમ છે અને તકેદારીના ભાગરૂપે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેમ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે…