મોરબી કબીર ટેકરી મેઈન રોડ ઉપર જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા ચાર ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં આરોપી કામરાનભાઈ સલીમભાઈ ઉમરભાઈ ચાનીયા ઉવ.૩૪ રહે. રાજકોટ દૂધ ડેરી ભગવતીપરા શેરી નં.૩ રાજકોટ, બિલાલભાઇ આદમભાઇ ચાનીયા ઉવ.૩૫ મોરબી રણછોડનગર નિધિ પાર્ક, પ્રવીણભાઈ મોહનભાઇ ગોહિલ ઉવ.૩૫ રહે.મોરબી નવલખી રોડ શ્રદ્ધા પાર્ક તથા અશરફભાઈ આમદભાઇ ઓડીયા ઉવ.૫૧ રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં.૧૧ જોન્સનગર વાળાની રોકડા રૂપિયા ૧૦,૪૦૦/-સાથે ધરપકડ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.