મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી બાઇક ચોરી થયાના બનાવમાં તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ-૩ પુલના છેડે રોડ સાઈડમાં પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગેના બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી રવાપર ગામ સીટી હાઈટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ માં રહેતા મૂળરહે. ગ્રીન ચોક નજીક પારેખ શેરી વાળા સુજ્ઞેશભાઇ ચંદુલાલ પાટડીયા ઉવ-૩૫ બાઇક ચોરી થાય અંગે સીટી એ ડિવોઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૨ ફેબ્રુઆરી પોતાનું હીરો કંપનીનું કાળા રંગનુ સ્પલેન્ડ પ્રો. મોટર સાઈકલ રજી.નં. જીજે-૧૩-એલએલ-૩૫૪૯ ધરમપુર ગામની સીમ, રવીરાજ ચોકડીથી મોરબી જતા રોડ પર મચ્છુ-૦૩ પુલના ખુણે રોડની સાઇડમાં જાહેરમાં પાર્ક કર્યું હોય, ત્યારે તા.૦૨/૦૨થી ૦૩/૦૨ના સાંજના ૬ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉપરોક્ત બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા હોય, ત્યારે સુજ્ઞેશભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવતા, પોલીસે બાઇક ચોરી અંગે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.