વાંકાનેર ટાઉનમાં કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા મુકેશભાઇ ભોગીલાલ શાહ ઉવ.૫૯ રહે.જીનપરા વાંકાનેર, વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી ઉવ.૭૦ રહે.જીનપરા ભાટીયા શેરી વાંકનેર, રૈયાભાઇ મનજીભાઇ ડાભી ઉવ.૬૭ રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, અતાહુશેન હાતીમભાઇ ત્રિવેદી ઉવ.૫૦ રહે.વોરાવાડ શેરી નં-૦૪ વાંકાનેર, સતારભાઇ અબ્દુલભાઇ ભાડુલા ઉવ.૫૨ રહે. ખાટકીવાસ બસ સ્ટેશન પાસે સુરેન્દ્રનગર તથા કેશુભાઇ પોપટભાઇ માલકીયા ઉવ.૬૩ રહે. વીશીપરા સરધારકા રોડ વાંકાનેર વાળાને રોકડા રૂ.૭,૩૭૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.