Monday, May 12, 2025
HomeGujaratમિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન મહામંત્રીના જન્મ દિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઈ

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન મહામંત્રીના જન્મ દિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઈ

મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા મોરબી શહેર ભાજપ સંગઠનના સહકારથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશ હિત માટે રક્તનો ઉપયોગ થાય તે માટે મોરબી જિલ્લા સંગઠન મહામંત્રી ધર્મેશભાઈ શુકલના જન્મ દિવસ નિમિતે રકતદાન શિબિર યોજાઇ હતી. જેમાં 125 બોટલ રક્ત એકત્રિત થયું હતું… જે શિબિરમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠનના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના જન્મદિવસ પ્રસંગ નિમિત્તે મોરબી શહેર ભાજપના સહકારથી મહારક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં 125 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. જે રક્ત સંસ્કાર બ્લડ બેન્ક તેમજ સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવશે. જે યુદ્ધની પરિસ્થિતિમાં દેશ હિત માટે રક્તનો ઉપયોગ થાય તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભગીરથ કાર્યમાં મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રથમ ભાઈ અમૃતિયા, મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી મનભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણજારિયા તેમજ સમગ્ર ટીમે સહકાર આપ્યો હતો. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરિયા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મહામંત્રી મહેશભાઈ કટેશીયા, મહામંત્રી સુમિતભાઈ દેસાઈ, મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા શાખાના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી તેમજ તમામ મોરચાના હોદેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. જે કાર્યક્રમનું સફળ સંચાલન અમુલકુમાર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!