Tuesday, May 13, 2025
HomeGujaratમોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ ખેલ મહાકુંભ ૩.૦ માં રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં...

મોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ ખેલ મહાકુંભ ૩.૦ માં રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો

શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈએ બરોડા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ માં ઓપન એજ મેન્સ કેટગરીમાં ૦.૨૨ રેપીડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરીવાર તેમજ પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે….

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નું બરોડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપન એજ મેન્સ કેટેગરીમાં ૦.૨૨ રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુએ કાસ્યચંદ્રક જીતી પરિવાર તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે. તેમજ થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ ઓપન એર પિસ્તોલ ૧૦ મીટર સ્પર્ધામાં પણ યુનિવર્સીટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિધાર્થીની આ અદકેરી સફળતા માટે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રૂપાલા વાસુએ અગ્રણી ઉદ્યોગપતિ, અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા, લાયન્સ કલબના પૂર્વ ગવર્નર તરીકે સેવારત રહી ચુકેલા પાટીદાર અગ્રણી રમેશભાઈ રૂપાલાના પુત્ર છે. જેમને અદકેરી સફળતા પ્રાપ્ત કરતા ચારેકોરથી અભીનંદન વર્ષા થઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!