Tuesday, May 13, 2025
HomeGujaratમોરબી: શકત શનાળામાં કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂની ૬૫ બોટલ સાથે દુકાન-માલીકની અટક,સપ્લાયરની...

મોરબી: શકત શનાળામાં કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂની ૬૫ બોટલ સાથે દુકાન-માલીકની અટક,સપ્લાયરની શોધખોળ.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શકત શનાળા ગામે ઉમિયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન એન્ડ કિરાણા સ્ટોર નામની દુકાનમાં રેઇડ કરી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૫ બોટલ કિ.રૂ.૪૮,૮૧૪/- સાથે આરોપી દુકાન-માલીક કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા ઉવ.૪૮ રહે.શકત શનાળા ઉમિયા સોસાયટી પાટીદાર હિલ્સ બ્લોક નં.૧૦૧ મૂળ રહે. કોયલી તા.ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ દારૂનો જથ્થો મોરબી પંચાસર રોડ ભારતપરામાં રહેતો જુનેદ ઉર્ફે લાલો મહેબૂબભાઈ માયક આપી ગયો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!