હળવદ તાલુકાના ખોડ ગામે ઘરે પાણી ભરવા નહિ આવવાનું મહિલાને કહેતા જે બાબતે ગામમાં જ રહેતા ચાર ભાઈઓએ ઘરમાં ઘુસી અપશબ્દો આપી, લાકડી વડે માથાના ભાગે ઇજા પહોચાડી હતી, આ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
હળવદ તાલુકાના ખોડ ગામના રાજેશભાઈ કરશનભાઈ મારૂ ઉવ. ૨૪એ પોલીસ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે તેમના ભાઈ ભરતભાઈએ આરોપી ધારાભાઈની પત્નીને તેના ઘેર પાણી ભરવા માટે ના પાડી હતી. આ બાબતને કારણે આરોપીઓ ભૂરાભાઈ માંડણભાઈ રબારી, ભરતભાઈ માંડણભાઈ રબારી, સગરામભાઈ માંડણભાઈ રબારી અને ધારાભાઈ માંડણભાઈ રબારી લાકડી સાથે ફરિયાદીના ઘેર આવ્યા હતા. આરોપીઓએ ગાળો બોલતા હોય જેથી તેઓને પડોશીઓ દ્વારા સમજાવવા જતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તે દરમિયાન રાજેશભાઈને માથામાં એક લાકડી મારી ઇજા પહોચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવારમાં લાવતા, જ્યાંથી રાજેશભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.