માળીયા(મી) ગામમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મિત્ર માટે કપડાંની ખરીદી કરી હોય તેના રૂપિયા થોડા આપ્યા હોય, જ્યારે શેષ રહેલા રૂપિયા બે માસ પૂર્ણ થયા તો પણ આપેલ ન હોય ત્યારે તે રૂપિયાની ઉઘરાણી કરતા જે બાબતે સારું ન લાગતા, મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી ગળાના ભાગે તેમજ હાથમાં ઇજાઓ પહોંચાડી હતી, હાલ ભોગ બનનાર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માલિતા(મી)માં જુના રેલ્વે સ્ટેશન નજીક વાડા વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટીએ આરોપી સમીર હુશેનભાઈ જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૦૯/૦૫ના રોજ અલાયાભાઈ રાત્રીના ઘરથી નજીક આવેલ દુકાને પાન-માવો ખાવા ગયા હોય ત્યારે રસ્તામાં તેમનો મિત્ર આરોપી સમીર મળતા તેની પાસે અગાઉ કપડાંની ખરીદી કર્યાના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતા, આરોપી સમીરે સવારે આપું દેવાનું કહ્યું હતું, જેથી અલાયાભાઈએ કહ્યું કે બે મહિના થયા હજી બાકી રૂપિયા નથી આપતો તેમ કહેતા આરોપી સમીરને સારું નહિ લાગતા, બન્ને વચ્ચે બોલાચાલી સરુ થઈ હોય જેથી અન્ય મિત્રએ વચ્ચે પડી બન્નેને છોડાવ્યા હતા, તે દરમિયાન આરોપીએ પોતાના પાસે રહેલ છરી કાઢી, અલાયાભાઈને ગળાના ભાગે અને હાથમાં મારી દેતા ઇજાઓ પહોચી હતી, હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.