મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે ૧૫ માં બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત પ્રારંભ થતાં તેનું સંચાલન ગૌરીબેન વાલજીભાઈ ટુંડિયા દ્વારા કરવામાં આવશે. જે કેન્દ્રમાં શિક્ષણ સાથે રમતો, યોગ, મંત્રો, પ્રાથના દ્વારા વ્યક્તિત્વનું વિકાસ કરવામાં આવશે.
મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર (નજરબાગ સામે – ફિલ્ટર હાઉસ) ખાતે તા. ૧૨ મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમાનાં રોજ 15 માં ” ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો વિધીવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારીયા, જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, લલિતભાઈ પાન્ડેજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. 15 માં બાલ સંસ્કાર કેન્દ્રનું સંચાલન ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયા દ્વારા કરવામાં આવશે. વેકેશનમાં દર રવિવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી અને શાળા ચાલુ હોય એ દરમ્યાન રવિવારે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી બાલ સંસ્કાર કેન્દ્રમાં બાળકોનેં શિસ્ત સાથે સંસ્કાર યુક્ત શિક્ષણ સાથે રમતો, યોગ, પ્રાર્થના, મંત્રો, મહાપુરુષોની કથાઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસનું નિર્માણ કરવામાં આવશે.