હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની સીમમાં આરોપી દલસુખ ઉર્ફે દાઉદની વાડીની બાજુમાં ખારી નદીના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી હાલ ચાલુ હોવાની પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૪૦૦ લીટર તથા તૈયાર દેશી દારૂ ૫ લીટર એમ મળી કુલ કિ.રૂ.૧૩,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પોલીસના દરોડા દરમિયાન આરોપી દલસુખભાઈ ઉર્ફે દાઉદ વિનોદભાઈ કોળી રહે.માલણીયાદ ગામવાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા, તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે