Wednesday, May 14, 2025
HomeGujaratવાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કીનો ગેટ તોડી ૩૦૦ કિલોથી વધુ કોપરની ચોરી, પેનલમાં...

વાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કીનો ગેટ તોડી ૩૦૦ કિલોથી વધુ કોપરની ચોરી, પેનલમાં પણ નુકસાની.

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં આઈનોક્ષ કંપનીની પવનચક્કીનો ગેટ તોડી તેમાંથી કોપર બેસ બાર, કોપર વાયર, કોપર પટ્ટી એમ કુલ ૩૦૦ કિલોથી વધુ કોપરની ચોરી તથા પેનલમાં પણ નુકસાની કરી અજાણ્યા ચોર ઈસમોએ આશરે રૂ. ૬૫,૦૦૦/-ના માલમત્તાની ચોરી કરી લઈ ગયા હોય, હાલ સિકયુરિટીમેનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા યાકુબભાઈ માહમદભાઈ શેરશીયા ઉવ.૪૩ એ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગયી તા.૦૮/૦૫ ના રાત્રીના ૧૧.૩૦ વાગ્યાથી ૦૯/૦૫ રાત્રીના ૧૦ વાગ્યા દરમિયાન પ્રતાપગઢ ગામની સીમમાં ભંગળા તળાવ નજીક આવેલ આઈનોક્ષ કંપનીની ચાર પવનચક્કી માથી PRT-02 લોકેશન ઉપર આવેલ પવનચક્કીમાથી કોઈ અજાણયા ચોર ઇસમોએ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કન્વટર કેબીનમાથી આશરે ૨૫૦ કિલોગ્રામ કોપર બસ બાર તેમજ અર્થીગનો કોપર કેબલ આશરે ૧૧૦ મીટર જેટલો અલગ અલગ સાઈજનો જેનો વજન આશરે ૫૦ કિલો આમ કોપરનો કુલ વજન ૨૯૦ કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વગેરેની કિ.રૂ. ૬૫૦૦૦/- ની ચોરી કરીને લઈ ગયેલ હોય તેમજ પવનચક્કીની પેનલમા તોડફોડ કરી આશરે કિ.રૂ. ૫૦૦૦/- નુ નુકશાન પહોચાડેલ હોય, જે મુજબની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!