Wednesday, May 14, 2025
HomeGujaratલ્યો બોલો! તાલુકા પોલીસ મથક સામે નવા બનતા ઓવરબ્રિઝ નીચેથી કેબલ અને...

લ્યો બોલો! તાલુકા પોલીસ મથક સામે નવા બનતા ઓવરબ્રિઝ નીચેથી કેબલ અને જોઈન્ટ ક્લોઝરની ચોરી.

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક તાલુકા પોલીસ મથકની સામે નવા બનતા ઓવરબ્રિઝની નીચેથી કોઈ અજાણ્યા ચોર ઈસમો ૨૦૦ મીટર કેબલ તેમજ સાથેનું જોઈન્ટ ક્લોઝર એમ કુલ ૧૬ હજારની કિંમતના મુદામાલની ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, ૧૧૪ નેટવર્ક કંપનીના લોકલ નાયક અરવિંદસિંગ કરણસિંગ લોધી ઉવ.૩૭ એ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૨/૦૫ ના રાત્રીના ૧૧ વાગ્યાથી ગઈકાલ તા.૧૩/૦૫ના ૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહારાણા સર્કલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પાસે નવા બંધાતા બ્રીજ નીચેથી સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્રારા નાખેલ એન.એફ.એસ.ઓ.એફ.સી. (કેબલ) આશરે મીટર ૨૦૦ જેની કિ.રૂ.૧૪,૦૦૦/- તથા તેની સાથે લાગેલ જોઇન્ટ ક્લોઝર જેની કિ.રૂ.૨૦૦૦/- જેની કુલ કિ.રૂ.૧૬,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!