મોરબીમાં ભાજપની જૂથવાદની લડાઈ ચરમસીમાએ છે અને આ વાતની મોવડી મંડળ સુધી ખબર છે ત્યારે મોરબીમાં ભાજપના નેતાઓ જ સામેના જૂથના આગેવાનોના વિસ્તારમાં તેમનું નબળું દેખાડવા વિકાસના ને પ્રાથમિક સુવિધાઓના કામ થવા નથી દેતા કે શું? આ પ્રશ્ન એટલે ઉદભવે કેમ કે ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના સભ્ય જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ મ્યુનિસિપલ કમિશ્નર ને પત્ર લખી તેમના વિસ્તારમાં સુવિધાઓ આપવા અંગે રજુઆત કરવાની ફરજ પડી છે.
મોરબી જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અને હાલ જી.પં. સભ્યનજાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી મહેન્દ્રનગર ગામે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબીને સરકાર દ્વારા મહાનગર પાલીકા જાહેર કરવાનું પ્રસીધ્ધ થતા મોરબી નજીકનુ મહેન્દ્રનગર ગામનો પણ મોરબી મહાનગર પાલીકા હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને કારણે ગામના લોકોને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે મહેન્દ્રનગર મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રાધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ભુર્ગભ ગટર કાઢી નાખી છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ પર આવે છે. અને ખુબ જ ગંદકી થાય છે. જેથી રસ્તા પર તાત્કાલીક ભુર્ગભ ગટરનું કામ કરવા, મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવ્યો છે જે સોસાયટીથી અંદાજે ત્રણ ફુટ ઉંચો છે. જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થતા વરસાદનું પાણી નજીકની સોસાયટીમાં ઘુસી જાય છે. જેથી નુકશાની સાથે સોસાયટીમાં અંદર આવવા જવામાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવાથી પાણીને લાઇનો તુટી ગઇ છે જેના કારણે પીવાના પાણીની લાઇનમા ગંદુ અને દુર્ગંધ વાળુ પાણી આવે છે. જે પણ અનીયમીત છે તેથી પાણીની લાઇન રીપેરીંગ કરી પાણી સમયસર અને સારૂ મળે તે બાબતે રજૂઆત કરી છે.