હળવદ ટાઉનમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા જુગાર રમતા મકાન માલીક સહિત કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા- ૭૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે, દરોડા દરમિયાન જુગારધામમાં ભાગીદાર શખ્સ હાજર મળી ન આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી, ક્રાઇમ બ્રાંચ ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમના ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને હકીકત મળેલ કે, પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ રબારી રહે.હળવદ તથા હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વાળા બન્ને ભેગા મળી હકાભાઇ કરમણભાઇ રબારીના કબ્જા ભોગવટા વાળા હળવદ વડનગર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે હળવદ વડનગર સોસાયટીમાં રહેણાંક મકાને રેઇડ કરતા, જુગાર રમી રહેલા પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા ઉવ.૪૨ રહે.હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, સુરેશભાઇ સીધાભાઈ ભદ્રેસીયા ઉવ.૩૬ રહે.હળવદ પંચમુખી ઢોરો, જયંતિભાઇ ખીમજીભાઇ ચાવડા ઉવ.૨૮ રહે. હળવદ કૃષ્ણનગર સોસાયટી, ચેતનભાઇ પ્રેમજીભાઇ કરોતરા ઉવ.૨૬ રહે.હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા ઉવ.૪૯ રહે.હળવદ આનંદપાર્ક તથા અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્ક ઉવ.૭૧ રહે.હળવદ ગ્રીનપાર્ક સોસાયટીને રોકડા રૂ. ૭૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા, રેઇડ દરમિયાન સહ આરોપી હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વડનગર સોસાયટી વાળો હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી કુલ ૭ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે