માળીયા(મી) પોલીસ ટીમે અમદાવાદ શહેરના વટવા પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને માળીયા(મી) ટાઉનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આ આરોપી પાસેથી અમદાવાદ તથા ગાંધીનગર શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ પાંચ મોટરસાયકલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ મથક સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ વી.બી.બાબરીયા તથા પો.કોન્સ રાયમલભાઇ શીયારને સંયુક્તમાં ખાનગીરાહે હકીકત મળેલ કે, અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મોટર સાયકલ સાથે માળીયા(મી) વિસ્તારમા આટાફેરા કરે છે અને તેની પાસે લાલ કલરનુ બજાજ પલ્સર બાઇક છે. તેવી ચોક્કસ હકીકતના આધારે આરોપી ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી ઉવ-૨૪ રહે-અમદાવાદ શાહીબાગ વાળો મળી આવતા જેની સઘન અને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા, ઉપરોક્ત વટવા પોલીસ મથકના લુંટના ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને પોતે અમદાવાદ શહેર ગાંધીધામ, જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કરેલની કબુલાત આપી હતી.
માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપી ઇસુબભાઇ મુસાણી પાસેથી હોન્ડા સાઇન બાઇક રજી નં-જીજે-૦૧-એકસડી-૬૮૨૨ (GJ-01-MW-3846), પલ્સર બાઇક રજી નં-જીજે-૩૬-એડી-૮૯૩૫ (GJ-01-PY-0818), ટી.વી.એસ બાઇક રજી. જીજે-૧૦-ડીએચ-૯૪૪૯, હોન્ડા સાઇન બાઇક રજી.નં. જીજે-૦૧-એકસડી-૬૮૨૨ (GJ-01-MW-3846), એકટીવા રજી.નં. જીજે-૧૨-સીકે-૦૪૩૬ એમ કુલ પાંચ મોટરસાયકલ કિ.રૂ. ૧.૮૫ લાખનો મુદામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે