મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લાસાસેરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં ૧૮ વર્ષીય સીરામીક શ્રમિકે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
મોરબી તાલુકાના બેલા ગામે લાસાસેરા સીરામીકની લેબર કોલોનીના રૂમ નં. ૧૧ માં રહેતા મૂળ દાહોદ જીલ્લાના વરસડા ઇટાવા ગામના વતની મેહુલકુમાર અર્જુનભાઇ બામણીયા નામના ૧૮ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની રૂમમાં ગળેફાસો ખાઈ લઈને આપઘાત કરી લેતા, મેહુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતુ. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે