વાંકાનેર તાલુકાના રંગપર ગામના એકજીમીસ ગ્રીનફિલ્ડ નામના કારખાનામાં કામ કરતાં યુવાનને વહેલી સવારે ઇલેક્ટ્રિક શૉર્ટ લાગતાં તેને બેભાન હાલતમાં કુવાડવા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી વિગતો મુજબ મરણ પામનાર નવઘણભાઈ દિનેશભાઈ જમોડ ઉવ.૨૦ રહે. સાપર તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર તા. ૧૫/૦૫ના રોજ રંગપર ગામના એકજીમીસ ગ્રીન ફિલ્ડ પ્રા. લિ. કંપનીમાં કામ ઉપર હોય તે દરમિયાન વહેલી સવારે અંદાજે પોણા પાંચ વાગ્યાના સમયે કામ દરમિયાન તેને વીજશોક લાગ્યો હતો. જેથી તાત્કાલિક સારવાર અર્થે નવઘણભાઈને કુવાડવા ગામ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જતા, ફરજ પરના ડોકટરે જોઈ તપાસી નવઘણભાઈને જાહેર કરતા, જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તજવીજ શરૂ કરી છે