મોરબીની સેવાકીય પ્રવૃતિ અગ્રેસર રહેતા ઇન્ડીયન લાયૉનેસ ક્લબ મોરબીના વર્ષ ૨૦૨૫ – ૨૦૨૬ ના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનિષાબેન ગણાત્રાની વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત ટ્રેઝરર, જોઇન્ટ ટ્રેઝરર, જોઇન્ટ સેક્રેટરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતના અલગ અલગ હોદાઓ પર નિમણુક કરી અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલ મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના વર્ષ ૨૦૨૫ -૨૬ ના નવા પ્રેસિડેન્ટ અને તેમની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનિષાબેન ગણાત્રાની વરણી કરવામાં આવી છે. તેમ ગત વર્ષના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ તેમની યાદીમાં જણાવ્યું છે. આ ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પૂનમબેન હીરાની, કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા અને હીનાબેન પંડ્યાની તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈ અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે સુનીતાબેન દોશી, કોમલબેન અને પૂર્વીબેનને જવાબદારી સોપવામાં આવી છે. જોઈન્ટ સેક્રેટરી તરીકે હીનાબેન પરમાર અને પાયલબેન આશરને તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઉમાબેન સોમૈયા ,નિમિષાબેન ખન્ના, ઇલાબેન દોશી અને પુનિતાબેન છૈયાને સર્વાનુમતે જવાબદારી સોંપવામાં આવી છે. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા, સિનિયર કાઉન્સિલર પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ આઈ પી પી મયુરબેન કોટેચાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.