મોરબીમાં દેશી-વિદેશી દારૂ સાથે વનસ્પતિજન્ય ગાંજો, અફીણ બાદ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પાઉડરનું પણ ગેરકાયદેસર વેચાણ થવા લાગ્યું છે, જેમાં મકનસર નજીક રામદેવ ઢાબા નામની હોટલમાં તાલુકા પોલીસ અને એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા, મેફેડ્રોન ડ્રગ્સનો ૬ ગ્રામ પાઉડર મળી આવ્યો હતો, જેની કિ.રૂ.૬૦ હજાર હોય, આ સાથે આરોપી હોટલ-માલીકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માદક ડ્રગ્સ આપનાર સપ્લાયરનું નામ ખુલતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે મકનસર ગામની સીમમાં રામદેવ ઢાબા નામની હોટલમાં હોટલ માલીક દ્વારા મેફેડ્રોન ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોય, જેથી તાલુકા તથા એસસોજી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત રામદેવ ઢાબા નામની હોટલમાં રેઇડ કરી હતી, ત્યારે હોટલમાં ટેબલના ખાનામાંથી કોલેજ બેગમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો ૬ ગ્રામ જટલો પાઉડર મળી આવ્યો હતો, આ સાથે જ આરોપી કાનારામ બાબુલાલ ડારા ઉવ.૨૬ રહે. હાલ મકનસર ધર્મમંગલ સોસાયટી મૂળ રહે.બીશ્નોઈ કિ ઢાણી દાંતીવાડા જી.જોધપુર રાજસ્થાન વાળાની અટક કરવામાં આવી હતી, પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ૬ ગ્રામ કિ.રૂ. ૬૦,૦૦૦/-, બે મોબાઇલ ૨૦,૦૦૦/- રોકડા રૂ.૩,૯૪૦/- તથા ડિજિટલ વજન કાંટો સહિત ૮૪,૫૪૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
દરોડા દરમિયાન પકડાયેલ આરોપી કાનારામ ડારાની પ્રથમીમ પૂછતાછમાં આ એમ.ડી.ડ્રગ્સ તેના મિત્ર રમેશભાઈ બીશ્નોઈ રહે. રાજસ્થાન બીલાડા, થાના કાપેડા જી.જોધપુર વાળા પાસેથી લઈ આવ્યાનું જણાવ્યું હતું, જેથી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી હાજર નહિ મળી આવેલ આરોપીને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.