મોરબી તાલુકાના ઉંચી મંડળ ગામે ઓરિન્ડા સીરામીકની મજૂર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના મૈનપૂર જિલ્લાના નગલાકુવા ગામનો રહેવાસી અજીતભાઇ રાજપાલસીંહ યાદવ ઉવ.૨૨ એ કોઈ અગમ્ય કારણોસર પોતાની રૂમમાં પંખે મફલર બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારનો સહિતની તપાસ શરૂ કરી છે.