વાંકાનેર તાલુકાના તીથવા ગામે વડસર તળાવ નજીક રહેતા પ્રકાશભાઇ લાખાભાઇ બાર ઉવ-૩૦નું કોઈ કારણોસર મૃત્યુ નીપજયું હતું, ત્યારે પ્રકાશભાઈની લાશ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી, મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.