મોરબી શહેરના શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉત્તમ બેકરી નજીકથી આરોપી દિલીપભાઈ હરિભાઈ પાંચોટીયા ઉવ.૪૦ રહે. રવાપર ગામ રાધે હાઈટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૩ વાળાને પ્લાસ્ટિકની બોટલમાં ૨૦૦મીલી. જેટલા વિદેશી દારૂના પ્રવાહી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.