મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શોભેશ્વર રોડ અવેળાની બાજુમાં બુટલેગર રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીની કબ્જાવાળી ઓરડીમાં દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે ઓરડીમાં દેશી દારૂ બનાવવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી, જેમાં પોલીસે સ્થળ ઉપરથી ગરમ દેશી દારૂ ૫ લીટર, ગરમ આથો ૩૦ લીટર તેમજ પત્રનું બકળિયું, ચૂલો, ગેસનો બાટલો સહિતની સાધન સામગ્રી સહિત કુલ કિ.રૂ.૪,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, પોલીસના દરોડા દરમિયાન આરોપી રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી રહે.મોરબી-૨ ત્રાજપર એસ્સાર પેટ્રોલ પંપ પાછળ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.