શ્રી ગજડી ગામ ખાતે નવ નિર્માણ પામેલ શ્રી રવેચી માતાજીના મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૨૧ થી ૨૫ મે સુધી ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સંતો મહંતો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં તા. ૨૩ ના રોજ સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા જારીયા પરિવાર હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી ગજડી ગામને આંગણે નવ નિર્માણ પામેલ શ્રી રવેચી માતાજી મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૨૧ થી ૨૫ મે સુધી ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય તરીકે ડો. શ્રી દિપકભાઈ મહેતા, ભુવા તરીકે લક્ષ્મણભાઈ દેવાભાઈ રબારી અને પૂજારી તરીકે સુભાષભાઈ રામાવત ઉપસ્થિત રહેશે. જે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસ સંવત ૨૦૮૧ વૈશાખ વદ-૯, તા. ૨૧-૫-૨૦૨૫, બુધવાર હેમાદ્રી દશાવિધિ, પ્રાયરિચત કર્મ સવારે ૭:૦૦ વાગ્યે, પંચાગ કર્મ સવારે ૮:૩૦ વાગ્યે, – ગ્રહશાંતિ: બપોરે ૩:૪૫ વાગ્યે, મંડપ પ્રવેશ પ્રદ્રક્ષિણા : બપોરે ૧૧:૦૦ વાગ્યે, કર્મ કુટીર હોમ સાંજે ૪:૦૦ વાગ્યે, સ્થાપિત દેવતા પૂજન બપોરે ૨:૦૦ વાગ્યે, સાંય પૂજન, આરતી સાંજે ૫:૧૫ વાગ્યે, દ્રિતીય દિવસે સંવત ર૦૮૧ વૈશાખ વદ-૧૦, તા. ૨૨-૫-૨૦૨૫, ગુરુવારે સ્થાપિત દેવતા પૂજન સવારે ૮:૩૦ વાગ્યે, શાંતિ પૌષ્ટિક હોમ સવારે ૧૦:૦૦ વાગ્યે, જળયાત્રા, નગરયાત્રા, પ્રાસાદ વાસ્તુ સવારે ૧૦:૦૦ વાગ્યે, મહા સ્નપનવિધિ, દિક્ષુ હોમ બપોરે ૧:૦૦ વાગ્યે, જલાધિવાસ, ધૃતા ધિવાસ ફલાધિવાસ, ધાન્યાધિવાસ બપોરે ૩:૪૦ વાગ્યે, મૂર્તિન્યાસ વિધિ, શિખર કલશ ન્યાસ વિધિ સાંજે ૪:૦૦ વાગ્યે, શચ્ચાધિવાસ: સાંજે ૪:૪૫ વાગ્યે, સાંય પૂજન, આરતી થાળ સાંજે ૫:૧૫ વાગ્યે તેમજ તૃતીય દિવસે સંવત ૨૦૮૧ વૈશાખ વદ-૧૧, તા. ૨૩-૫-૨૦૨૫ શુક્રવારે પંચાગ પૂજન, સ્થાપિત પૂજન સવારે ૮:૦૦ વાગ્યે, પિંડિંકા ધિવાસ, ન્યાસ વિધિ સવારે ૯:૩૦ વાગ્યે, સંતોના સામૈયા સવારે ૧૦:૦૦ વાગ્યે, મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બપોરે ૧૨:૪૦ વાગ્યે, પ્રતિષ્ઠા હોમ બપોરે ૨:૦૦ વાગ્યે, સ્થાપિત દેવતા હોમ, પ્રાયશ્ચિત હોમ બપોરે ૨:૫૦ વાગ્યે ઉતર પૂજન, પૂર્ણાહુતિ સાંજે ૪:૦૦ વાગે તેમજ મહા આરતી – સાંજે ૫:૦૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહા પ્રસાદ સંવત ર૦૮૧ વૈશાખ વદ-૧૧ તા. ૨૩-૫-૨૦૨પ, શુક્રવાર બપોરે ૧૧:૦૦ વાગ્યે રાખવામાં આવ્યું છે. જેમાં સંતો પ.પૂ. મંહત શ્રી હીરાગીરી બાપુ-રવેચી જાગીર- મોટી રવ, પ.પૂ. મહંતશ્રી પ્રભુચરણ સ્વામી- અખીલ ભારતીય સંત સમિતિ -પ્રભુચરણ આશ્રમ – ધ્રાગંધ્રા, પ.પૂ. અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજી-ખોખરા હનુમાન – મોરબી, પ.પૂ. મહંતશ્રી પ્રભુદાસજી રામબાઈ માં જગ્યા -વવાણિયા, પ.પૂ. મહંતશ્રી લાભુગીરી બાપુ – કુબેર ભંડારી જગ્યા – વવાણિયા, પ.પૂ. મહંતશ્રી દામજીભગત – નકલંક મંદિર – બગથળા, પ.પૂ. માતૃશ્રી મૂરીમા માતાજી – મોગલધામ – તારાણા, પ.પૂ. મહંતશ્રી નાગરાજબાપુ – અલખધામ- જાજાસર, પ.પૂ. માતૃશ્રી વ્રજકિશોરી દેવી રામબાઈ માતાજી મંદિર – વાટાવદર (મયુરનગર), પ.પૂ. મહંતશ્રી ધરમદાસ બાપુ વાનરવીર આશ્રમ – ધુળકોટ, પ.પૂ. મહંતશ્રી લાલગીરી બાપુ – રૂદ્રાણી જાગીર, પ.પૂ. મહંતશ્રી પ્રભાતભાઈ ગોવિંદભાઈ લોખીલ – હોલમઢ – જાળસીકકા, પ.પૂ. મહંતશ્રી દેવનાથજી બાપુ – ખોડીયાર આચાર્ય -રામડીયા, પ.પૂ. આઇ શ્રી હાંસબાઇ માતાજી – નવલાખ અખાડા (વૈધ-કચ્છ), પ.પૂ. મહંતશ્રી પાલુભગત – જાગૃતિ શકિત ધામ – રાજકોટ, પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી સાહેબ – કબીરધામ-મોરબી, ૫.પૂ. માતૃશ્રી ભાવેશ્વરી માતાજી – રામધન આશ્રમ- મહેન્દ્રનગર સહિતના મહંતોની પધરામણી થશે. તેમજ સંતવાણી કાર્યક્રમ તા. ૨૩-૫-૨૦૨૫, શુક્રવાર રાત્રે ૯:૦૦ વાગ્યે મથુરભાઇ કણજારીયા ભજનીક, ગોવિંદભાઈ પાલીયા અને રાજુભાઈ આહીર સાહિત્ય કલાકાર તરીકે ઉપસ્થિત રહેશે. જેના માટે સંપર્ક હરસુરભાઈ – મો. ૭૯૮૪૭ ૧૪૪૮૬, વાસુરભાઈ – મો. ૯૦૧૬૦ ૩૭૧૨૬ અને પ્રકાશભાઈ મો. ૮૧૬૦૦ ૯૮૦૫૪ કરી શકાશે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધર્મલાભ લેવા જારીયા પરિવાર હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે