મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે આજરોજ જિલ્લા પંચાયત મોરબીની મુલાકાત લીધી હતી.જે બદલ જિલ્લા પંચાયત પ્રમુખ, સદસ્યોએ અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રમુખનું સન્માન કરી આવકાર્યા હતા. તેમજ જિલ્લા પ્રમુખે મોરબીના વિકાસને લઇને તમામ હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પહેલી વાર જીલ્લા પંચાયત ખાતે પધારતા તેમનું સન્માન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લાના વિકાસને કેવી રીતે વેગ આપી શકાય અને બધાને સાથે રાખીને આગળ કેમ વધી શકાય તે બાબતે માહિત ગાર કર્યા હતા. તેમજ મોરબી જિલ્લાના વિકાસના કામો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી