મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોરબી શહેરના ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિંમત રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીને વધુ તપાસ હાથ ધરતા અન્ય એક આરોપીનું નામ ખુલવા પામ્યું હતું. તેમજ આરોપી વિરૂદ્ધ અગાઉ છ પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાઇ ચૂક્યા છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી (IPS)એ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા અને ગુન્હેગારો પકડવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા એલ.સી.બી./પેસેલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ASI હિતેન્દ્રસિંહ ચુડાસમા, સુરેશભાઇ હુંબલ તેમજ PC વિક્રમભાઇ કુગશીયાએ બાતમીને આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ ઉપરથી શંકાસ્પદ મોટર સાઇકલ સાથે પકડી મોટર સાઇકલના મુળ માલીક બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તેમજ મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રજી.નં. GJ03JB 9463 ના માલીક તરીકે જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટાઉમવડા ગોંડલ તાલુકાનું સામે આવતા મોટર સાયકલના આધાર, પુરાવા તેમજ કાગળો માંગતા નહી હોવાનું જણાવ્યું હતું. જે મોટર સાયકલ ગોડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં રજીસ્ટર થયેલું હોવાથી આરોપી અજયભાઇ સુરાભાઇ વાધેલાને હિરો સ્પેલન્ડર પ્લસ GIO31B 9463 મોટર સાયકલ કિંમત રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો છે. તેમજ તપાસ દરમિયાન અન્ય વિપુલભાઇ છગનભાઇ સાંઢમીયા રહે. ધેલાસોમનાથ જસદણ તાલુકા વાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. જે આરોપી અગાઉ અલગ અલગ છ પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
જેમાં એમ.પી. પંડયા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ તેમજ PSI બી.ડી.ભટ્ટ અને એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.