મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં ગંજીપત્તાના પાના વડે જુગારની મહેફિલ માંડી બેઠેલા ઇસમોને બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં તીનપત્તીનો જુગાર રમતા . કાનજીભાઈ રામજીભાઈ સુરેલા ઉ.૫૫ શેરી નં.૩ કબીર ટેકરી મોરબી-૨, રાજુભાઈ મગનભાઈ સુરેલા ઉ.૪૬ ઈન્દીરાનગર મેલડી માતાના મંદીર વાળી શેરી મોરબી-૨, કિશોરભાઈ મેરૂભાઈ ધોળકિયા ઉ.૫૯ સર્કિટ હાઉસની સામે વિધુતનગર મોરબી-૨, ત્રિભોવનભાઈ બચુભાઇ સનુરા ઉ.૫૫ ગાયત્રીનગર હનુમાનજીના મંદીરની બાજુમાં મોરબી-૨ તથા પ્રવિણભાઈ રામજીભાઈ સુરેલા ઉ.૪૦ શેરી નં.૩ કબીર ટેકરી મોરબી-૨ વાળાની રોકડા રૂ.૬,૪૦૦/- સહિતના મુદ્દામાલ સાથે પકડી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.