Tuesday, May 20, 2025
HomeGujaratમોરબીમાં બીજી ચીરીને અંજામ આપે તે પહેલા જ સિટી બી ડિવિઝન પોલીસે...

મોરબીમાં બીજી ચીરીને અંજામ આપે તે પહેલા જ સિટી બી ડિવિઝન પોલીસે રીઢા ચોરને અન્ય ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યો

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી અનડીટેક્ટ ગુન્હાની ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસે ચોરી કરનાર ઈસમ તેમજ ચોરીનો માલ ખરીદનાર ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના અતંર્ગત તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ ચોરી, લુંટ, ધાડ જેવા મિલ્કત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપતા પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને જરૂરી સુચના/માર્ગદર્શન આપ્યું હતું. જેમનાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી અને ટેકનીકલ રીતે તપાસ કરી અનડિટેકટ ગુના શોધી કાઢવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જે બાતમીદારોને સુચના આપતા હ્યુમનશોર્સ મારફતે સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ બાર, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ કાંટાને ખાનગી રાહે બાતમી મળી કે મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ.ઓ.એફ.સી કેબલ ૨૦૦ મીટર તેમજ જોઇન્ટ ક્લોઝર ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવે છે. અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી – ૨ માં આવે છે. તેવી બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચ ગોઠવી મહારાણા સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઇ માવી અને ચોરીનો મુદ્દામાલ આપેલ ઇસમ રજાકભાઇ લતીફભાઇ કચ્છીને પકડી એન.એફ.એસ.ઓ.એફ.સી વાયર (કેબલ) ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરેલના કુલ રોકડ રૂપીયા ૧૬,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, મોરબીમાં થયેલ એક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નવી ચોરીઓને અંજામ આપે તે પહેલા આરોપીને પકડી પાડયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!