Tuesday, May 20, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલમાં યુરો વિભાગમાં ટાંકા વગર (દૂરબીનથી) કરાઈ સફળ સર્જરી

આયુષ હોસ્પિટલમાં યુરો વિભાગમાં ટાંકા વગર (દૂરબીનથી) કરાઈ સફળ સર્જરી

મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા યુરો વિભાગમાં ટાંકા વગરનું (દૂરબીનથી) સફળ સર્જરી કરવામાં આવી છે. દર્દીને પેશાબના ભાગમાં વધારે પડતી તકલીફ પડતી હોવાથી હોસ્પિટલમાં બતાવતા પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. જ્યારે સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોય છે. તેથી તે હોસ્પિટલ દ્વારા ટાંકા વગરના ઓપરેશનની ના પાડવામાં આવતા દર્દીએ આયુષ હૉસ્પિટલ માં દેખાડતા ડૉ. કેયૂર પટેલ દ્વારા બે સ્ટેજ માં ઓપરેશન કરી દર્દીની ૧૨૭ ગ્રામ પ્રોસ્ટેટને દૂર કરવામાં આવ્યું હતું. દર્દીની સફાઈ સર્જરી થતાં પરિવારજનોએ ડોકટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીમા રહેતા ૬૫ વર્ષીય દર્દીની આયુષ હોસ્પિટલમાં યુરો વિભાગમાં ટાંકા વગરનું (દૂરબીનથી) સફળ સર્જરી કરવામાં આવી છે. દર્દીને પેશાબમાં તકલીફ થતી હતી. તેમજ પેશાબ પૂરી રીતે ઉતરતો ન હતો. પેશાબ ધીમેથી ઉતરતો તેમજ રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું પડતું હતું. જેથી દર્દીએ હોસ્પિટલમાં બતાવતા રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ ગઈ છે. જેમાં તેમના પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોય છે. જે હોસ્પીટલમાંથી કેહવામાં આવ્યું કે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન શક્ય નથી. તેથી તેમને ચીરો મારીને ટાંકાવાળું ઓપરેશન કરાવવુ પડશે. ત્યાર બાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવતા યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું કે પ્રોસ્ટેટની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ ૨ સ્ટેજમાં ઓપરેશન કરવું પડશે. દર્દીના અનુકુળતા મુજબ ૪ દિવસની અંદર ૨ સ્ટેજમાં ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન કરવામાં આવ્યું અને ૧૨૭ ગ્રામના પ્રોસ્ટેટને દુર કરી અને દર્દીને રજા કરવામાં આવી હતી. હાલ દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગાએ ડૉ કેયુર પટેલ અને હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!