ટંકારા પંથકમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જે અંગે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વધુમાં પુરતા પુરાવા મેળવી આરોપીઓને કોર્ટ હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મહીલા અને બાળકો વિરુધ્ધ બનતા બનાવમા સંવેંદનશીલ રહી તાત્કાલીક આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા તેને આધારે નાયબ પોલીસ અધીક્ષક એસ.એચ.સારડાએ કામગીરી કરવા માર્ગદર્શન આપતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર રહે. ઉંટડી લીમડી તાલુકા વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોતાની દીકરી મરણ જનારને આરોપીઓ શુભમ હિરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા તેમજ રિનલબેન હિરાલાલ પનારા રહે. ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી – ૦૫ વાળા વિરુધ્ધ તેઓની દિકરીને શારીરીક માનશીક ત્રાસ આપી આરોપીઓએ ફરીયાદીની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમાં ભણવા જવા માટે રૂપીયા પાંચ લાખની માંગણી ફરીયાદીની દિકરી પાસે કરતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તેમજ તેના માતા-પીતાને સારું ન લાગતા ફરીયાદીની દિકરી કિંજલને આરોપીઓ દ્રારા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા હતા. જે ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલે પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયાએ ચલાવાતા તે ગુનાના આરોપીઓને તાત્કાલીક પુરતા પુરાવા મેળવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તેમજ આરોપીઓને કોર્ટ હવાલે કરવામાં આવ્યાં હતાં અને હાલમાં આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.