વૈશાખ સુદ ચૌદશ તા. ૧૧-૦૫-૨૦૨૫ રવિવારે ૧:૧૯ વાગ્યે સૂર્ય નક્ષત્ર ક્રુતિકમાં અને ચંદ્ર નક્ષત્ર સ્વતીમાં બેઠું તેમજ વૈશાખ વદ તેરસ તા. ૨૫-૦૫-૨૦૨૫ રવિવારે ૦૯:૩૨ વાગ્યે સૂર્ય નક્ષત્ર રોહિણીમાં બેસે છે. અને ચંદ્ર નક્ષત્ર અશ્વિની છે તે જોતા આવતી કાલથી એક અઠવાડિયા સુધી ફરી મેધાવી માહોલ જોવા મળશે. ૨૧ મેં થી ૨૫ મે એટલે કે ક્રુતિકા નક્ષત્ર ઉત્તરતા માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહીં છે. ત્યાર બાદ રોહિણી નક્ષત્રમા રોયણ રેલાઈ તેને પ્રિમોન્સૂન વરસાદનું આગમન થયું ગણાશે જોકે આ ઘણા વિસ્તાર તેની અસર રહશે અને પવનનું જોર ખુબ વધુ રહેશે. તેમ હવામાન વિભાગ કિશોર ભાડજા દ્વારા જણાવવામા આવ્યું છે.
અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું બનવાની માત્ર શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હજું દ્રઢપણે વાવાઝોડું અંગેના પરીબળ જોવા મળતા નથી. પરંતુ રોયણ રેલાયા બાદ વાવણી લાયક નૈઋત્ય ચોમાસું જાજુ પાછોતરુ થશે. સૌરાષ્ટ્રમા સાર્વત્રિક વાવણી લાયક વરસાદ સૂર્ય નક્ષત્ર આદ્રા ઉતરતા અને અષાઢ મહિનો બેસતા થશે. જ્યારે રોહિણી નક્ષત્રમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું કે મોટી સિસ્ટમ બને ત્યારે દરિયાઈ જે ભેજ હોય છે તે ભેજ દરિયામાંથી જતો રહે છે. પરિણામે ચોમાસુ વાતાવરણ વિખાઈ જાઈ છે અને નવુ વાતાવરણ બંધાતા વાર લાગે છે. એટલે આ સિસ્ટમ જોતા વિધિવત ચોમાસામાં વિલંબ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જે આગાહી ખગોળ શાસ્ત્રના આધારે કરવામાં આવી છે. જે આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે પરંતુ દરેક પરીબળ કુદરતને આધીન છે તેમ નેસડા (ખાનપર) ગામના કિશોર ભાડજા મોબાઈલ નં. ૯૫૮૬૫ ૯૦૬૦૧ દ્વારા આગાહી કરવામાં આવી છે.